ટીઆરપીની ટોળી, સમાચારની કરે હોળી,
બરાડા પાડીને પ્રજાના મગજમાં મારે ગોળી.
એક જ પંથનના બે અનુયાયીઓ બાખડયા,
એકબીજા એ એકબીજા પોલ ન્યુઝમાં ખોલી.
બે માલિકના ફાયદામાં પ્રજા લડવા લાગી છે,
આ પ્રજાને હું મૂર્ખ કહું કે કહું હું પ્રજા ભોળી?
પૂછતાં હે ભારત, જીહજુરી ક્યારે બંધ કરશો,
એવા તમે લાગ્યા, નપુંસકે પહેરી ચણીયાચોલી.
દેશમાં એક જ નથી મર્યો, પૂરો દેશ માથે લીધો,
ક્યારરક તો બોલો, ખેડૂત, બેરોજગારની બોલી.
થોડું ધીરે બોલો, બહેરી નથી બની હજુ જનતા,
તે રેકડી વાળા કાકા પણ રાડો પાડે છે બહોળી.
દેશની જનતા તમારી સાથે છે તો વિરોધી કોણ?
આવી પોતાના પગ ધોઈ મહત્તમ વધારતી ટોળી.
ખાખીના હાથમાં હન્ટર છે, નાચે છે બે ચેનલ,
મનોજ એક સાથે આવી ગઈ દિવાળી ને હોળી.
મનોજ સંતોકી માનસ