Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજનાં આ ડિજિટલ યુગમાં પત્રો તો સાવ ભુલાઈ જ ગયા છે. ન કોઈ પત્ર લખે ન પોસ્ટમેન કોઈને આપવા જાય. માત્ર સરકારી કાગળો જ પોસ્ટમેન આપી જાય છે, બાકી એ લાગણીઓથી ભરપૂર સંદેશાઓ તો આવતાં જ નથી. આજનો માનવી માત્ર લાગણીવિહીન યાંત્રિક સંદેશાઓ જ મોકલે છે અને મેળવે છે. સમય જતાં આ સંદેશાઓ તો ફોનમાંથી નીકળી જાય છે.
પહેલાંના વખતમાં વાર તહેવારે લોકો પોસ્ટમેનની આતુરતાથી રાહ જોતા. પોતાનાં સ્વજનોના પ્રેમભર્યા સંદેશાઓ વાંચવા અધીરા બની જતા. અમે તો માત્ર મે મહિનામાં જ પોસ્ટમેનની વધુ રાહ જોતાં, કારણ કે અમારું વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ પોસ્ટ મારફતે આવતું. રિઝલ્ટનાં દિવસે પોસ્ટમેન બે વખત ડયુટી પર જતો, સવારે નિયમિત પોસ્ટ માટે અને બપોરથી લઈને સાંજ સુધી આખા ગામનાં છોકરાઓને રિઝલ્ટ આપવા અને કોઈ કોઈ ઘરેથી પોતાનું મોં મીઠુ કરાવવા.
ત્યારે તો પોસ્ટમેન કોઈને વાંચતા ન આવડે તો વાંચી પણ સંભળાવતા, એ પણ સામે કોઈ જાતનાં વળતરની અપેક્ષા વિના. હું તો આજે પણ મારા દૂર રહેતાં નિકટના સ્વજનોને યાંત્રિક સંદેશને બદલે પત્ર લખવાનું જ વધારે પસંદ કરું છું.
અંતે સૌને ટપાલ દિવસની શુભકામનાઓ.
#પોસ્ટમેન

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111588759
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now