કદાચિત બાળપણમાં...
પ્રથમ ખાકી યુનિફોર્મમાં જોયેલી કોઈ વ્યક્તિ હતી તો તે પોસ્ટમેન હતી...
પ્રથમ કાચા રસ્તે ધૂળો ઉડાડતી ,સટાસટ ચાલતી સાયકલ પોસ્ટમેનની હતી...
સુખ દુઃખના પ્રાસંગિક લખાણોની વહેંચણી હતી તો પોસ્ટમેનથી હતી...
શિયાળે ઉનાળે વરસાદમાં સામાન્ય જોવા મળતી મુખાકૃતિ પોસ્ટમેનની હતી...
પ્રથમ સ્વહસ્તે દિવાળીએ દિલથી આપેલ બક્ષિસ હતી તો તે પોસ્ટમેનને હતી...
ઈમેઈલ,મોબાઈલ,ઈન્ટરનેટની મારાં બાળપણમાં અવેજી હતી તો તે પોસ્ટમેન હતી...
#પોસ્ટમેન