તુ મારી સાથે છે એ
ભ્રમણા જેવું લાગે છે.
સમજાતું નથી કંઈ પણ,
તોય સમજવા જેવુ લાગે છે.
તારી આંખોમાં ડૂબીને જોયુ,
એ દરિયા જેવુ લાગે છે.
ખોવા છતાં તને આમ ,
પામ્યા જેવુ લાગે છે.
ભલે ગમે તેવુ હોય તોય,
જીવન જીવવા જેવુ લાગે છે.
સ્નેહના સમર્પણ જોયા મે,
ત્યાં મને રાધા જેવુ લાગે છે.
બજી ક્યાંક તૂટેલી સિતાર,
ત્યાં મને શ્યામ જેવુ લાગે છે.
તારા અગાધ પવિત્ર પ્રેમને,
ઝંખના પૂજવા જેવુ લાગે છે.