બાળપણના દિવસો
કાગળના વિમાન
કાગળની નાવડી
કોઈ મોટા સપના નહીં
કોઈ મોટી આશાઓ નહીં
બસ બે-ચાર ચોકલેટ
અને આખો દિવસ ખુશ
બે મિનિટનુ રડવુ
અને પછી ભૂલી જવુ બધુ
ઉંઘ ઍવી કે ભૂકંપ આવે
તોય હલવુ નહીં
નિર્દોષ હાસ્ય
નિર્દોષ રૂદન
નિર્દોષ દુશ્મની
આજે શોધુ છું તો
ક્યાંય જડતા નથી !! !
અજ્ઞાત
અજ્ઞાત
#વિમાન