હિંસા વિરુદ્ધનાં વિચાર ધરાવનાર એક વ્યક્તિ દ્વારા એની પોતાની પત્ની પર હિંસક વ્યવહાર થઈ ગયો. એકવાર નહીં પણ અનેકવાર. અને કદાચ એનાં એ કૃત્યને કારણે પત્ની દ્વારા મળ્યો પહેલો પાઠ - 'મૌનવ્રત'. એ 'મૌનવ્રત' જ 'અહિંસા પરમો ધર્મ' નું નિમિત્ત બન્યું. અને એ જ કારણે કદાચ એ હિંસા કરનાર વ્યક્તિએ પ્રણ લીધું. પોતાની પત્નીની ક્ષમા માંગી.
પોતાની વિદ્વવત્તા પર લજ્જિત પણ થયાં.
અને પ્રણ એવં નિયમ સ્વરૂપે '#અહિંસા પરમો ધર્મ' સૂત્ર બહાર પાડ્યું. અને એ નિયમનાં પાલન કરવા કાજે કે પછી પ્રજામાં એ સૂત્રનું ચલણ કાયમ રહે... તેમજ, લોકો એ નિયમનું પાલન કરવા પ્રેરાય એ માટે ખાનગીમાં ગુપ્ત રીતે પોતાની સત્તા /પાવર (લાગવગ - આમરણાંત ઉપવાસ કરવાની જીદ) ન વાપરતાં ત્રણ યુવકોની સ્વતંત્રતા મેળવવા માટેની આગવી સોચને નસ્તેનાબૂદ કરી દેવા માટે મૂક મંજૂરી આપી દૈવાઈ. '#અહિંસા પરમો ધર્મ' નો નારો ચલાવનારનાં ઉદ્યોજક બન્યાં.
એ સૂત્રનાં ચાહક તથા વાહક પણ બન્યાં. અને આગ્રહી પણ, એટલે જ કદાચ એકવડા તરીકે લોકપ્રિય થયાં.
સ્વતંત્રતા કોઈ એકનાં બલિદાનથી નથી મળી.
અનેકાનેક બલિદાન કારણભૂત છે. કેવળ સ્મરણમાં રહ્યાં માત્ર ગણ્યા ગાંઠ્યા મહાનુભવો અને ઊંચું સ્થાન મેળવવામાં સફળ પણ થયાં ભારતવાસીઓનાં હૃદયમાં.
અને, સ્વાતંત્ર્યવીર જવાનો નામશેષ થઈ ગયાં. તારીખયુંમાં એક તારીખ બની રહી ગયાં.
એ સર્વે બલિદાનકારીઓનાં બલિદાન ઉપર 'તિરંગા' ન ઓઢાડાયો.
ખેદ છે.
શત શત નમન.
🙏🙏🙏
® તરંગ
#અહિંસા