Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉડતા પંખીઓ ના પંખ કાપે છે;
દોડતા પશુઓ ના પગ કાપે છે;

તક મળે જો જીવનમાં જ્યારે,
માણસ માણસના ગળા કાપે છે;

પોતાના થી ઉપર પહોંચે નહીં તેથી,
આરી થી નિસરણીના પાયા કાપે છે;

પહોંચે જો પોતે ઉચ્ચ હોદ્દા પર તો,
રંક લોકોના રોટલા પણ કાપે છે;

ઈર્ષા ભરી રાખી છે દિલમાં એટલી કે,
વગર હથીયારે પોતાનાને જ કાપે છે;

કામ વાસનામાં ભૂખ્યો આ માનવી,
નજરથી વસ્ત્રના આંતર પટલ કાપે છે;

ધર્મગુરુ બનીને બેઠેલા ધર્મગુરુઓ પણ,
ધર્મ ના નામે ભક્તોના ખીસ્સા કાપે છે;

#અહિંસા પાઠ ભણાવ્યા હતા જેમણે,
મૌન રહી ક્રાતિવીરો ના ગળા કાપ્યા છે;

ધારે તો અઘરું નથી ઇશ્વરને પામવું પણ,
સત્કર્મ કરવા માણસ અંતર ક્યાં કાપે છે?

#અહિંસા

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111587076
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now