#કરુણા વગરની મા??
માલતીએ પોતાના એક નાં એક પચ્ચીસ વર્ષના દિકરાને વાંસનાં બામ્બૂ થી માર મારી અધમરો કરી મૌત ને ઘાટ ઉતાર્યો...આસપાસ ના પાડોશીએ એને ખૂબ ગાળ ગાલોચ કરી.આવી માઁ ને જીવવાનો કોઈ અધિકાર નથી એવૂ કહી આજુબાજુ વાળાએ માલતીના ચેહરા ઉપર કિચડ ચૌપડીઆખા ગામમાં ફેરવી..આઘાતવશ માલતીએ પંખા ઉપર લટકી જીવન ટૂંકાવ્યુ .. લોકોનું ફક્ત એટલું જ કેહવું હતું.. પુત કપુત થઇ શકે,માવતર કમાવતર ક્યારેય ન થાઈ..
બીજે દિવસ ન્યૂઝ માં સાંભળવા મળ્યું..
"નાનકડી બાળકી ઉપર બળાત્કાર ગુજારી એને મૌત ને ઘાટ ઉતારનાર આરોપીને એનીજ માતાએ મારમારી મૃત્યુ અપાવ્યું..."