મંદિરોમાં પૂજા કરે,
ઘરમાં કરે કલેશ,
બાપ તો પત્થર લાગે,
પત્થર લાગે ગણેશ,
બચ્યું ક્યાં હવે શેષ છે,
દયા - ધરમ - ઈમાન, પત્થર નો ભગવાન છે,
પત્થર દિલ ઇન્સાન, પત્થરના ભગવાનને,
ચડાવે છપ્પન ભોગ,
ઘરમાં રોગી બાપનો,
કોઈ ના જાણે રોગ,
ફેલાયો પાખંડ નો,
અંધકાર ચારેકોર,
પાપી કરાવે જાગરણ,
મચાવી શોર બકોર,
પેરી મૂખોટુ ધરમ નું,
દિવસે કરતો પાપ,
જગમાં કરે ભંડારા,
ને ઘરમાં ભૂખ્યો બાપ,
માડી ઘરમાં ભૂખ્યો બાપ.
B+ve ...
-Krishna