કોરોના ઓછો થયો ને શાળાઓ ખુલી...એક જ છોકરો નિશાળમાં આયો.
સાહેબ:- તું એકલો જ શાળામાં આવ્યો છે તને એકલાને શું ભણાવવાનું!
છોકરો- સાહેબ...અમારા ઘરે 45 ગાયો છે. બધી ગાયો બજારમાં રખડવા ગઈ. એમાંથી એક જ ઘરે આવી...એટલે કે બીજી બધી પાછી ન આવી તો એમના લીધે આને કાંઈ ભુખી રખાય... ખવડાવુ તો પડે ને! બીજા વિધાર્થી ન આયા પણ હું તો આયો છું ને!મને ભણતરની ભૂખ છે...
(સાહેબ ખુશ થઈ ગયા)
સાહેબ : સારું સારું...તારું ઉદાહરણ ગમ્યું... ચાલ ભણાવું... સાહેબે તો એક કલાક સુધી ભણાવે રાખ્યું...
છોકરો- સાહેબ એક વાત યાદ આવી.. પેલી 44 ગાયો પાછી ન આવી તો એ 44 ગાયોનો બધો ચારો એક જ ગાયને ખવડાવી દઈએ તો શું થાય?
સાહેબ- ના ખવડાવાય...
અપચો થાય....
ગાય મરી જાય...
છોકરો- હંમમમમ ...સાહેબ 45 બાળકોને ભણાવવાનું હોય એ બધું મને એકલાને ભણાવી નાખશો તો મારી હાલત ગાય જેવી જ થાય...!
(સાહેબ સમસમી ઉઠ્યા )
સાહેબ- (ગુસ્સેથી) તો... બધા નથી આયા તું શું ખાવા નિશાળમાં આયો...
છોકરો- સાહેબ એ બધા કોરોનાથી બીએ છે..એટલે નથી આયા...મને તો કોરોના થયેલો જ છે... ઘેરને ઘેર કંટાળ્યો તો...એટલે આયો... મારે કોનાથી બીવાનું!
(સાહેબ ચક્કર ખાઈને પડ્યા.... ચાર દિવસથી તાવ નથી ઉતર્યો....કોરોના પોઝીટીવ આવ્યો.)