સંત શ્રી પુનિત મહારાજ રચિત પ્રાચીન ભજન.
👇
https://youtu.be/2Ii7U5D1GXY
સમય મારો સાધજે વાલા , કરું હું તો કાલાવાલા
#અંત સમય મારો આવશે ત્યારે નહિ રહે દેહ નું ભાન
ભાન નહિ રહે દેહ નું ભાન
એવે સમય મુખે તુલસી દેજો દેજો યમુના પાન
પાન દેજો યમુના પાન
સમય મારો સાધજે વાલા , કરું હું તો કાલાવાલા
#જીભલડી મારી પરવશ બનશે ને હારી બેસું હું હામ
હામ હારી બેસું હું હામ
તેવે સમય મારી વહારે ચઢી ને રાખ જે તારું નામ
નામ રાખજે તારું નામ
સમય મારો સાધજે વાલા , કરું હું તો કાલાવાલા
#કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે તૂટશે જીવન દોર
દોર તૂટશે જીવન દોર
તેવે સમય મારા અલબેલાજી- કરજો બંસરી શોર
શોર કરજો બંસરી શોર
સમય મારો સાધજે વાલા , કરું હું તો કાલાવાલા
#આંખલડી મારી પાવન કરજો ને દેજો એકજ લહાણ
લહાણ દેજો એકજ લહાણ
શ્યામ સુન્દર તારી જાંખી કરી ને પુનિત છોડે પ્રાણ
પ્રાણ પુનિત છોડે પ્રાણ
સમય મારો સાધજે વાલા , (કરું હું તો કાલાવાલા)૩