હંમેશ ને કરે ફિકર બાળની જનેતા ,
ના ચૂકવાય ઋણ ભલે હોય પછી વિશ્વ વિજેતા .
બાળના જોઈ દુઃખ બાધાયું લેતા ,
ને વળી ધજાયું જોઈ પ્રાથના અો કરતા .
બાળના અંધકારમય જીવનમાં દીવો પ્રગટાવતા ,
એ બની વાદલડી બાળના જીવનમાં ખુશીઓ વરસાવતા .
એની આંખોમાં બ્રહ્માંડના દર્શન કરાવતા ,
માથે ફેરવી હાથ જીવન જીવતા શીખવતાં .
હિંમત રૂપી નદી સુકાતા પોતે વીરડો બનાવતા ,
પોતાના સપનાઅો સળગાવી બાળકના સજાવતા .
હંમેશ ને કરે ફિકર બાળ ની જનેતા ,
' હીર ' જીવન પણ ઓછું પડે માવડી ને કલમથી શણગારતા...
- જાનકીબા ડાભી ( હીરકુવરબા )