The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઈશ્વર પર વિશ્વાસ મૂકી તું ડરે છે શાને ? હર ક્ષણમાં જીવવાનું છોડી તું ક્ષણે ક્ષણે મરે છે શાને ? મજધારમાં પોહચી પછી તું ડગે છે શાને ? કેવટ થઈ કિનારે હરી છે ' હીર ' તો પછી દૂર ભાગે છે શાને ? - જાનકિબા ડાભી ( હિરકુવરબા )
મૈં વાવ્યા છે ઘણા સપનાઓ હેતથી એને કોઈ કાપો ના , મારે ભીતર છે વનરાઈ એને કોઈ આગ ચાંપો ના . ' હીર ' કહે , મારાથી નહિ થાય એવું કહી મુજને રોકો ના , મારા આત્મને કોઈ તનમાંથી ઉથાપો ના . - જાનકીબા ડાભી ( હીરકુવરબા )
' હીર ' પૂછે છે દુનિયા કે હું કોણ છું ? શું આપું જવાબ 🤔 અહીં તો હું જ મારાથી અજાણ છું ... - જાનકીબા ડાભી ( હીરકુવરબા ) -Heerkuvarba
' હીર ' જેદિ લાગે વા કળિયુગનો ને છૂટે સઘળા કર્મ , ત્યારે જ્યોત જલાવો ગુરુજીના નામની જીવવાનો સુજશે મર્મ . - જાનકિબા ડાભી ( હિરકુવરબા )
દીકરી...💫❤️ લાગણીનો નિરંતર વહેતો પ્રવાહ એ દીકરી , મા - બાપના જીવનરૂપી બગીચાની સુવાસ એ દીકરી . દાદાજી ના ચહેરા પર હાસ્ય લાવનાર એ દીકરી , બાસહેબ ના ઘડપણનો ટેકો બનનારી એ દીકરી . પપ્પાની ચિંતા ને ક્ષણ માં દૂર કરનાર એ દીકરી , મમ્મીનો પડછાયો બની રહેનાર એ દીકરી . કાકાબાપુની દરેક વાત ને પ્રેમથી માનનાર એ દીકરી , દીકરી હોવા છતાં દીકરાની ફરજ પૂરી પાડનાર એ દીકરી . મોસાળ , પિયર અને સાસરીયાનું સ્વાભિમાન એ દીકરી , પોતાના પરિવારમાં પોતાનું જીવન માનનારી દીકરી . ' હીર ' કળયુગ નું સૌથી કઠિન પાત્ર એ દીકરી , કહું તો ખોટું નથી અંધારામાં પણ ઉજીયારો લાવનાર દીકરી ... - જાનકિબા ડાભી ( હિરકુવરબા )
અમે ક્ષત્રિયો રાહ ભૂલ્યા હતા , પશ્ચિમી સંસ્કૃતિને માર્ગે ચડ્યા હતા . અમે કોના સંતાનો છીએ એ ભૂલ્યા હતા , ઈતિહાસોના પન્ના ક્યાં કદી ફેરવ્યા હતા . ડર્યો તો અકબર જેનાથી એમના વિશે ક્યાં ભણ્યા હતા ? ધડ લડ્યું જગતના નાથ સારું એવા દાખલા ક્યાં જોયા હતા ? ગવતરીને બચાવવા કોણ મીંઢોળ બંધ લડ્યા હતા ? પરસ્ત્રી ને જોઈ કોણે પોતાની આંખોમાં મરચાના સાજ સજ્યા હતા ? ના જાણે આવી કેટલીયે વાતોનાં રસપાન ક્યાં કદી કર્યા હતા ! અમે ક્ષત્રિયો રાહ ભૂલ્યા હતા ... પણ ચારણો પોતાની ફરજ ન ભૂલ્યા હતા , જૂગે જૂગે કઈ કેટલાયે ચારણો આવી મથ્યા હતા . ભાન ભૂલેલા ક્ષત્રિયો ને જગાડ્યા , ' હીર ' ઈતિહાસ વાગોળી અમને ભૂતકાળને આંગણીયે લઈ ગયા ... - જાનકીબા ડાભી ( હીરકુવરબા )
છોડી આ માળો મને મન થાય પંખીઓ સંગે ઊડી દૂર ક્યાંક જાઉં , છોડી આ મેળો મને મન થાય મારે ભીતર હું જરા ડોકિયું નાખું , છોડી આ કિનારો મને મન થાય ડૂબકી મારી સમદરની ઊંડાઈને માપુ , છોડી આ નીત નવા કિરદાર મને મન થાય હું ખુદને શોધી ખુદને ભેટ આપું , છોડી આ દુનિયાને જીતવાની દોડ ' હીર ' મને મન થાય હું ખુદને જ જીતુ... - જાનકીબા ડાભી ( હીરકુવરબા )
ના સાથ તારા કેરો માવડી અંધારામાં ઘેરાણી રે , સૂરજનું કિરણ બની માડી મુજ જીવનનું તિમિર હરજો રે . શું કરવું મારે માવડી હું મન માં મુંઝાણી રે , મુજ અણસમજુને માડી થોડી મતિ આપજો રે . લાંબા રસ્તે માવડી હીર એ ખુદ ને જ નકારી રે , હૈયે થોડો હામ ને માડી ધીરજ આપજો રે . સમો જોઈ તુફાન ને માવડી થોડી હું ગભરાણી રે , હું રહું હંમેશ ને અડગ તેવા આશિષ આપજો રે . તું જ પર રાખી ભરસો માવડી ' હિર ' કદી ના પસ્તાણી રે , આ સંસારરૂપી સાગર માડી પાર કરાવજો રે ... - જાનકીબા ડાભી (હીરકુવરબા)
' હીર ' કહે ચઢતા મારા દિવસોમાં હું ભૂલું તુજને , તો જરા કપરા દિવસોની યાદ તાજી કરાવી દેજે , પણ મુજથી રૂઠી મા કદિયે મોઢું નવ ફેરવતી... - જાનકીબા ડાભી ( હીરકુવરબા ) -J B Dabhi
ના જૂકુ હું , ના ડગુ હું , ' હીર ' આવે આફત અોચિંતી ના ડરું હું , માવડીનો હાથ શિરે હોય પછી શાને ફિકર કરું હું.... - જાનકીબા ડાભી ( હીરકુવરબા )
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser