Gujarati Quote in Poem by DOLI MODI..URJA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કદાચ એવું થાયતો કર  હવે,
ગામડાંની હવા  શેહરોને લાગે એવુ કર હવે,

જંક ફુડની જીયાફત બંધ કરી,
ખિચડીને,શાક રોટલા એકવારતો ખા હવે,

થમસઅપને કોકાકોલા કોલ્ડડ્રીંક્સ પીવાનું બંધ કરી,
તાજી છાશને દુઘ પી ને પેટને ઠંડક કર હવે,

કદાચ એવું થાયતો કર  હવે,
ગામડાંની હવા શેહરોને લાગે એવુ કર હવે,

ગોળી ટીકડા ખાઈ શરીર બહુ બગડયાતે હવે,
દેશી જડીબુટ્ટીથી શુદ્ધ કર તારો  દેહ હવે,

પાર્ટી, ફંકશન ખુબ માનવીયા,
શેરી કેરા ઓટે જઈને એકવાર તું  બેસ હવે,

કદાચ એવું થાયતો કર  હવે,
ગામડાંની હવા શેહરોને લાગે એવુ કર હવે,

મુવી, વીડીયો, મોબાઈલ બહું થયા,
ચોકે જઈ ભાવાઈ એકવાર તો જો હવે,

ફેશન પાછળ ગાડોંતુર થયોતુ,
ધોતીને પાઘડી એકવાર તો પહેર હવે,

કદાચ એવું થાયતો કર  હવે,
ગામડાંની હવા શેહરોને લાગે એવુ કર હવે,

રેસ્ટોરન્ટ, રીસોટતુ ઘણુ ફર્યો હવે,
ખેતરોને, નદી તળાવની મુલાકાત થાયતો કર હવે,

આકાશ શહેરનું પ્રદુષિત થયું ઘણું,
કુદરતની તાજીહવાનો અનુભવ કરવા નીકળ હવે,

કદાચ એવું થાયતો કર  હવે,
ગામડાંની હવા શેહરોને લાગે એવ કર હવે,

સ્કુટર ગાડી બસ લક્ઝરીની સવારી તે ઘણી કરી,
બળદગાડીના ડચકારે સફર થાયતો કર હવે,

ગણીત વિજ્ઞાનને ઈંગ્લીશના ચોપડા બહું ભણ્યા,
બાની વાર્તા બ્રામણના વેદ વંચાયતો વાંચ હવે,

કદાચ એવું થાયતો કર  હવે,
ગામડાંની હવા શેહરોને લાગે એવ કર હવે,

નોંધ ➡️ આ કવિતા દ્વારા શહેરના પ્રદુષિત જીવનથી દુર ગામડાંની  શુધ્ધ અને શીતળ વાતાવરણનો અનુભવ કરવાં અનુરોધ કરું છું. કદાચ શકય થાય તો ચોક્કસ કરજો.

✍doli modi

🙏જય શ્રીકૃષ્ણ 🙏

Gujarati Poem by DOLI MODI..URJA : 111583615
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now