બાળગીત
એક કીડીએ કેડે કંદોરો બાંધ્યો,
એ કંદોરો કેવડો હશે મારા ભાઈ,
તમે થોડુ વિચારો તો થાય....
એક કીડીએ પગમાં સેંડલ પહેર્યા,
એ સેંડલ કેવડા હશે મારા ભાઈ,
તમે થોડુ વિચારો તો થાય....
એક કીડીએ બ્રશ કરવાની જીદ પકડી,
એ બ્રશ ક્યાંથી લાવુ મારા ભાઈ,
તમે થોડુ વિચારો તો થાય....
એક કીડીને નંબરના ચશ્મા આવ્યા,
એ ચશ્મા કેવડા હશે મારા ભાઈ,
તમે થોડુ વિચારો તો થાય....
એક કીડીએ પાટીને પેન લીધા,
એ પાટીપેન કેવડા હશે મારા ભાઈ,
તમે થોડુ વિચારો તો થાય....
એક કીડીએ સાયકલ નુ વેન કર્યુ,
એ સાયકલ ક્યાંથી લાવુ મારા ભાઈ,
તમે થોડુ વિચારો તો થાય.....
-કવિ યશpalsinh "મસ્તાન"