"ગાંધી 151 માં વર્ષે"
ગુજરાત ની ધરતી એટલે ખમીર અને ખુમારી ની ધરતી.આ ધરતી એ દેશ ને બે મોહન આપ્યા.એક સુદર્શન
ચક્ર ધારી અને બીજા ચરખા ધારી.મહાત્મા ગાંધી નું નામ
સ્વાતંત્ર ભારત ના ઈતિહાસ માં સુવર્ણ અક્ષરે કંડારાયેલું
છે.આજ બાપુની ૧૫૧ મી જન્મજયંતી પર હું શાબ્દિક નમન કરું છું.
" પોરબંદર માં જન્મી ,પરદેશ માં ડંકો વગાડ્યો તો,
એ ભારતમા ના લાડલે રંગભેદ જડ થી ભગાડ્યો તો,
ગોરી સલ્તનત પણ ઝૂકવા મજબૂર થઈ તારી સામે ,
હે ગાંધી! તે તો આઝાદી નો આ કેવો દીપ ચેતાવ્યો તો?
જ્યારે આપણ ને સ્વપ્ન માં કોઈ ત્રાસ આપી રહ્યું હોય ત્યારે આપણે અચાનક ફફડી ઉઠીએ છીએ .તો આજ થી 200 વર્ષ પહેલા આવી જ પરિસ્થિતિ હતી,જ્યારે ગુલામી નો ત્રાસવાદ હતો ,સમગ્ર દેશ ના હાથ,પગ, આંખ, કાન, બંધાયેલા હતા ત્યારે અહિંસા ની એક હાંકલ વડે બાપુ એ ફૌલાદી,અભેદ્ય, અશક્યતાની બેડીઓ તોડી નાખી અને હાહાકારી આંધી ને કાચેતાંતણે બાંધી નેફગાવી દીધી ને સ્વાતંત્ર્ય ભારત નો ડંકો વિશ્વ માં વગાડી દીધો..ત દીધો.ત્યારે મને રાધા મહેતા ની આ પંક્તિ યાદ આવે.
" અપૂર્વ દૈદિપ્યમાન ચેતના નો તાર રણઝણે,
જાઉં હું શોધવાને સ્વપ્ન મને સામું મળે,
સાચે આમ જ બને કે ઉઘાડું અંતર ની આંખો ,
ને સામે મને ગાંધી મળે."
મને એવું લાગે કે કદાચ આજે મને ગાંધી મળ્યા હોત તો? તો કદાચ વાત્સલ્યસભર હાથ માથે ફેરવી ને પુછયુ હોત ," બેટા ! શું કરે છે? આપણો હિંદ શુંકરે છે? તો કદાચ મે કહ્યુ હોત બાપુ!તમારા ગયા પછી ના ૭૨ વર્ષ પછી પણ આ હિંદ ને તમારી ખોટ વર્તાય છે.તમે તો આઝાદ હિંદ કરી ને ચાલ્યા ગયા પરંતુ તમે જે આબાદ રાષ્ટ્ર નું સ્વપ્ન સેવ્યું હતું ને આજે ત્યાં કચાશ અનુભવાય છે.તમે જે રાષ્ટ્ર ને ધર્મનિરપેક્ષતા ,લોકશાહી અને પ્રજાસત્તાક તા ના તાંતણે બાંધી ને ગયા હતા ને એ તાર આજે નબળા પડતા હોય એવું લાગે છે.તમે રોપેલાં ખુમારી ના બીજ આજે મને દેખાતા નથી.
ત્યારે બાપુ એ મને કદાચ કહ્યું હોત," બેટા! હુંએ વિશ્વ ની અંદર છું ,જે ઘેરાયેલા અંધકાર માં થી પ્રકાશતરફ જઈ રહ્યો છે, બધાધર્મ ભલે બીજી વસ્તુ માં અંતર રાખે,પરંતુ બધા એક વાત પર સમંત છે કે અંતે સત્ય જ જીવિત રહે છે."
આજે દેશ માં વિદેશી વસ્તુઓ , પશ્ચિમી સંસ્કૃતિ ના અનુકરણ ને કારણે અંધાપો વ્યાપ્યો છે. આજે માનવી પોતાના સ્વાર્થ ખાતર બધું ઝંપલાવવા તૈયાર છે. પરંતુ માભારત ને જરૂર છે ત્યારે સ્વાર્થ માં ડૂબેલો છે.હિન્દુસ્તાન નું ટુકડા મા વિભાજન,આતંકવાદ,ભ્રષ્ટાચાર ને લીધે માભારત ભય માં છે. હે બાપુ !ભારતભૌમનુ માર્ગદર્શન કરી આબાદી તરફ જવા માટે આ પ્રજા તમારા જેવું સુકાન ઝંખે છે.
ગાંધીજી નું જીવન જ એક કાવ્ય છે. આપણે એમાં થી પ્રેરણા લઈ એક અરીસો બની ગાંધિરૂપી પ્રતિબિંબ ને જીલિયે અને તેનો પ્રકાશ વિશ્વ મા પાથરિયે. જેમ ધૂપસળી પોતાની જાત બાળી ને વાતાવરણ માં સુગંધ પ્રસરાવી દે છે તેમ આપણે પણ ગાંધી ના નૈતિક મૂલ્યો ની સુગંધ પાથરીયે.ત્યારે ગૌરવવંતી માભારત ને જોઇને સ્વર્ગ માંથી બાપુ તેમના મોં પર નું બોખલું સ્મિત લાવી ને એમ કહેશે:
"अब मैं भी मोहन तुम भी मोहन ,हम सब मोहन"!
આપણે પણ ખુદ ને વચન આપીએ ,અમે માભારત ના સંતાનો માતૃભૂમિ કાજે આન, બાન ,અને શાન થી અર્પણ કરીશું.
-jully k.