The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#માનસિક વ્યક્તિ ના માનસિક ગુણો શારીરિક ગુણો કરતા વધુ સક્ષમ હોય છે. મનોબળ મજબૂત રાખી ને ધૈર્ય, આત્મવિશ્વાસ, એકાગ્રતા, થી પોતાના ધ્યેય ને વળગી રહે તો સફળતાના શિખરો હાંસિલ કરી શકાય છે.
#વિમાન એક નિર્જીવ વસ્તુ પણ જીવન નો કેટલો સાર કહી જતી હોય છે.વ્યક્તિ ને વિમાન જેટલી ઝડપી ગતી અને ઉંચે ઉડવા માટે પહેલા નીચે થી જ ચાલવું પડે છે. વિમાન ની ઊંચી ઉડાન ની જેમ સફળતા ના શિખરો ની ઉડાન ભરવા સંઘર્ષ રૂપી ગતી ની જરૂર પડે છે.
#અહિંસા अहींसा परमो धर्म।એ તો માત્ર સૂત્ર બનીને જ રહી ગયું છે. આજે હિંસા નો સર્વત્ર જય જય કાર થઈ રહ્યો છે. મોભો,પ્રતિષ્ઠા,સન્માન ,પૈસા પાછળ ગાંડો થયેલો માનવી ગમે તે હિંસા કરવા તૈયાર થઈ જાય છે.ગાંધીવાદી અહિંસા ના પાઠ ભૂલી ને માનવી પ્રખર હિંસા ના રવાડે ચડતો જાય છે. પોતાની તાકાત પર હાવી થઈ ને નિમ્ન સ્તર ની વ્યક્તિ/પશુ/પ્રાણી પર પોતાનું સર્વસ્વ અપનાવવા હિંસા નો રસ્તો અપનાવે છે. અબોલ અને નિર્દોષ જીવ ને પણ હણવા તૈયાર થઈ જાય છે. ગર્ભવતી હાથી ને મારી શકવાનું કાવતરું રચતો હોય એ માનવી થી વધુ ક્રૂર ઘાતક બીજું કોણ હોઈ શકે?.....
वह एक मोहन था जिसने अहींसा को लक्ष्य बनाकर आजादी दीला दी। और एक हम सब हैं जो हिंसा से बाज नहीं आ रहे।
#આવાસ મથ્યા કરું છું તારી યાદો માં રહેવાને , નથી જોઈતો મને તારા ઘર માં વાસ, તું હરેક પળે ભાસે છે મને , જોઈએ છે મને તારા હદયકુંજ માં આવાસ. -jully k. IG: @ jully7_7_2k1
એકલતા માં ગુંજી ઉઠેલો પડઘો બોલે છે, ક્યાં સુધી હદય મા છુપાવીને રાખશો તમારી લાગણીઓ ક્યારેક વરસાવી દ્યો તમારી લાગણી અને જરૂર પડે ત્યાં તરસાવી દ્યો તમારી લાગણી. મન ભરીને જીવી લ્યો ને આજ , કાલ કોણે દીઠી છે.
ક્યારેક બંને વેન્ટિલેટર પર હોય છે. અંદર " જિંદગી" અને બહાર " લાગણી". ~jully k.
#માફી માફી આપવા થી અહમ નો અસ્ત, અને વિનમ્રતા નો સૂર્યોદય થાય છે. -jully k.
"સ્ત્રી અબળા કે સબળા" સ્ત્રી ના ચારિત્ર્ય પર સવાલ ઊઠે ત્યારે આપણને ઘણી કહેવતો અચૂક યાદ આવે "નારી તું નારાયણી"."મા તે મા અને બીજા વગડા ના વા".આવી તો અનેક કહેવતો છે. ક્યારેક સ્ત્રી ચારિત્ર ને નિમ્ન શ્રેણી નું ઠેરવવા માં આવે ઘણા ટીકાકારો એવું પણ માને છે કે સ્ત્રી ની બુધ્ધિ પગ ની પાની એ હોય.તો બીજી બાજુ એ જ સ્ત્રી ની દેવી રૂપે પૂજા યાચના કરે છે. સ્ત્રી ની બુધ્ધિ પગ ની પાની એ નથી તમારા વિચારો પગ ની પાની એ છે એટલે તમારી દ્ર્ષ્ટી એ એવું માનો છો. સ્ત્રી કેટલા રોલ એકસાથે પ્લે કરે છે. પિતાના ઘરે દીકરી બની ને , પરણી ને એક પત્ની ,એક વહુ અને એક મા તરીકે ની ભૂમિકા અદા કરે છે. સ્ત્રી અબળા નથી ,અબળા તો ટીકા કરનારા ના વિચારો છે. આજ ની સ્ત્રી અબળા નથી સક્ષમ છે બધી બાજુઓ થી પુરુષ ની સાથે અડીખમ ઊભી રહી ને પોતાના કાર્ય સાથે બાથ ભીડી ને આગળ વધી રહી છે પછી ગમે તે ક્ષેત્ર હોય ચાહે સંશોધન હોય ,વિજ્ઞાન હોય,સામાજિક પ્રવૃત્તિ હોય કે પછી આર્થિક ઉપાર્જન હોય બધા ક્ષેત્ર મા સ્ત્રી આગળ તો છે જ . આપણા સમક્ષ કેટલાંય એવા ઉદાહરણ પડ્યા છે. આજ થી ૧૬૩ વર્ષ પહેલા પણ સ્ત્રી મા મર્દાનગી હતી, જુનુનન હતું રાણી લક્ષ્મીબાઈ ડાલામથ્થા સિંહ ની જેમ ૧ દહાડ થી અંગ્રેજો ધ્રુજી ઉઠતા આજ ની સ્ત્રી મા એ જ ધરતી પર ની ઉગેલી ફસલ છે. એટલી જ સામર્થ્યવાન છે. સ્ત્રીઓ એ ઘણી ઉંચાઈઓ સર કરેલી છે. આજ ની સ્ત્રી..... એજ દુર્ગાનો અવતાર છે. એ જ ઝાંસી ની રાણી નો મોહતાજ છે. એ જ કિરણ બેદી નો તાજ છે. એ જ લતા મંગેશકર નો અવાજ છે એ જ અરૂનીમાં સિંહા ની ઢાલ છે. એ જ હિમાં દાસ ની પ્રેરણા છે. એ જ ઇન્દિરા ગાંધી ની રાજનીતિ છે. એ જ મેડમ ભિખાઇજી કામાં ની પ્રેરણા છે. એ જ સરોજિની નાયડુ ની અભિપ્રેરણાં છે , એ જ સુનિતા વિલિયમ્સ ની ઊંચી અવકાશ ઉડાન છે. એ જ કલ્પના ચાવલા ની મિસાઈલ છે . ઈતિહાસ પણ ગવાહ છે કે સ્ત્રી નું બલિદાન હરહંમેશ આગવું જ રહ્યું છે. આપણા દેશ નો સૈનિક જ્યારે સરહદ પર પરત ફરતો હોય ત્યારે પોતાની મા ,બહેન ,દીકરો,દીકરી, ને વચન આપી ને જાય છે કે આજ થી મારો દેશ મારું કુટુંબ છે ,દેશવાસીઓ મારા ભાઈ ભાંડું છે. સાહેબ એ જવાન સરહદ થીઆપણા દેશ પર ખરાબ મનસુબા ઘડનાર ને AK 47 થી વીંધીનાખે છે.સાહેબ એ જવાન બધે પહોંચી નથી શકતો પોતાના પરિવાર ને સમાજ સમક્ષ આપણા બધા ના વિશ્વાસ પર છોડી ને જાય છે .એ જવાન પોતાની કર્તવ્યનિષ્ઠા પર ખરો ઉતરે છે. પરંતુ આપણે આપણું કર્તવ્ય નિભાવવા માં પીછે હઠ કરીએ છીએ .આપણા દેશ ની દરેક ભાઇ નો ભાઇ અને બહેન નો ભાઇ છે, દરેક પિતાનો પુત્ર છે, દરેક માતા નો પોતાનો પુત્ર છે .ભારતભૌમ નું ખૂન છે. એ તો પોતાની બહેન ને રક્સાબંધન ને જ નહિ ,૩૬૫ દિવસ પોતાના દેશ ની બધી બહેનો ની રક્ષા કરે છે. એ શૌર્યવીર નું શબ તિરંગા મા લપેટાઈને આવે ત્યારે તેની પત્ની ને વિધવા નહિ સાહેબ શોર્યાંગીની કહેવી જોઈએ. સાહેબ આ છે આપણા દેશ ની સ્ત્રીશક્તિ ની તાકાત. -jully k. IG: @jully7_7_2k1
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser