કાઢો પટારા માંથી
ખાદીના કપડા અને ટોપી,
આજે ગાંધી જયંતિ છે!
ખાદીધારી બની ને
સાબિત કરીએ કે
અમે તો મહાત્મા ગાંધીના
સત્ય અને અહિંસા ના
વારસ છીએ!
પછી તો આખું વરસ
ભષ્ટાચાર ના જંગલમાં
ચરવા જશું,
જયાં મેવા ને મીઠાઈ મળે
ત્યાં રહેશું!
જ્ઞાતિ ને જાતિવાદ ની
રમત રમશું,
ને રાજકારણ ની રમતો
રમશું!
બાપુ આપને દંડવત્ પ્રણામ
#મહાત્મા