હાલમાં વર્તમાન સમયમાં આપણને ન્યુઝ ચેનલો પર સમાચાર મળી રહ્યા છે કે હાથરસ ગેંગરેપમાં એક માસૂમને હવસખોરોએ બળાત્કાર ગુજારીને એના ગળાનું હાડકું ભાંગી નાખ્યું અને તે કઈ બોલી ના શકે તે માટે જીભ પણ કાપી દીધી તો દેશમાં આવી સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે? હું દરેક સ્ત્રીઓને કહું છું કે તમારે આવા દિનપ્રતિદિન વધતા જતા દુષ્કર્મો સામે પડકાર ના ફેંકવો જોઈએ? હા ચોક્કસ પડકાર ફેંકવો પડશે તો જ આવા દૃષ્ટ વ્યક્તિઓ ખતમ થશે.માટે નરાધમોને સબક શીખવાડવા માગતાં હો તો દરેક સ્ત્રીએ સશક્ત અને કડક વલણ અપનાવવું પડશે.સ્ત્રીઓને અબળા નહીં પણ સબળા બનવું પડશે.જો દરેક સ્ત્રી કડક વલણ અપનાવશે તો જ આવી પરિસ્થિતિથી બહાર આવી શકાશે.છોકરીઓને લાલ આંખ કરવાની જરૂર છે.યુવાન છોકરીઓ જો જાગૃત નહિ બને તો આ નિર્દયતાનું ચક્ર ચાલ્યા જ કરશે.માટે નરાધમોના આ ચક્રને ભેદવા માટે સશકત બનો.હું દરેક બહેનોને કહું છું કે શું તમારામાં સશક્ત બનવાની ક્ષમતા નથી? છે દરેક છોકરીઓ પાસે ક્ષમતા છે..બસ ખાલી આવા દુષ્કર્મ કરનાર વ્યક્તિ સામે ખુમારીથી અવાજ ઉઠાવવાની જરૂર છે.જો કોઈ છોકરીમાં સશક્ત બનવાની ક્ષમતા ના હોય તો એ હંમેશા અબળા સ્ત્રી જ બની રહેશે.અંતમાં મારું તો કહેવું છે કે બસ છોકરીઓ હવે સમય આવી ગયો છે દૃષ્ટ, નરાધમ,વ્યક્તિઓને સબક શીખવાડવા માટે બધી વીરાંગનાઓ શસ્ત્રસજ્જ બની જાઓ... આપણે બધાં આપણી સરકારનાં ભરોસે બેસી રહીશું તો એ આપણી સૌથી મોટી મૂર્ખામી છે...માટે હવે સમય આવી ગયો છે એક વીરાંગના બનવાનો...👍
મારાં શબ્દો દ્વારા કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો માફ કરજો....🙏
તમારો યોગ્ય પ્રતિભાવ મોકલવા વિનંતી...🙏🙏