Gujarati Quote in Good Night by Mukesh Dhama Gadhavi

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😂😃😂😂😃
સપનામાં ય નહોતું વિચાર્યું...🤔🤔
કે હું કોઈક દિવસ મોઢે બુકાની પહેરીને બેન્કમાં જઈશ અને કેશિયર પાસેથી રૂપિયા કઢાવી લાવીશ !
😖 *… તારી ભલી થાય કોરોના !*

સપનામાં ય નહોતું વિચાર્યું... 🤔🤔
કે મજુરો માટે સ્પેશીયલ ટ્રેનો ચાલતી હશે અને ધનવાનો માટેની ફ્લાઈટો પર પ્રતિબંધો હશે !
😖 *… તારી ભલી થાય કોરોના !*

સપનામાં ય નહોતું વિચાર્યું... 🤔🤔
કે લોકોના પેટમાં જેટલો આલ્કોહોલ ગયો છે એના કરતાં દસ ગણો આલ્કોહોલ હાથ ધોવામાં વપરાઈ જશે !
😖 *… તારી ભલી થાય કોરોના !*

સપનામાં ય નહોતું વિચાર્યું... 🤔🤔
કે જુવાન છોકરા-છોકરીઓ માત્ર ‘ઘરનું’ ખાવાનું ખાઈને છ-છ મહિના લગી જીવતા રહી શકે છે !
😖 *… તારી ભલી થાય કોરોના !*

સપનામાં ય નહોતું વિચાર્યું... 🤔🤔
કે જે ઘરમાં છેલ્લા 50 વરસમાં કદી એક ગાળ નથી બોલાઈ એ જ ઘરના ટીવીમાં, વેબસિરિઝોમાંથી આટલી બધી ગાળો સંભળાતી હશે !
😖 *… તારી ભલી થાય કોરોના !*

અને સપનામાં કોણે વિચારેલું ? 🤔🤔 …. કે બિચારું છાપું કોરોના વાયરસનો બોમ્બ હોય એમ અમુક લોકો એનાથી ડરતા હશે !
😖 *… તારી ભલી થાય કોરોના !*

- અને હા, સપનામાં ય નહોતું વિચાર્યું... કે એક ચાઇનિઝ આઈટમ આટલી ‘ટકાઉ’ નીકળશે !
😖 *… તારી ભલી થાય કોરોના !*

Gujarati Good Night by Mukesh Dhama Gadhavi : 111581970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now