તું ગુગલ, ફેસબુક ને એમેઝોન બનાવ,
હું ભારતનો યુવા તો ગેલો રે!
તું નીત નવા પ્રયાસોથી આ ધરા ધ્રૂજાવ,
હું ભારતનો યુવા તો 'જી હજૂરી' ચેલો રે!
સ્વામી વિવેકાનંદ જે 'ઉઠો જાગો...' કહીગયા,
એ સ્પષ્ટ શબ્દોએ જો કહુ તો,
હે ભારતના યુવા હવે તો તળીયું મેલો રે!
ભારત ના યુવાન માં કશુંક કરી દેખાડવાની ઈચ્છાઓ તો ખૂબ હોય છે પરંતુ જ્યારે તે ઈચ્છાઓ ને પુર્ણ કરવા અથાગ પ્રયત્ન કરવાનો સમય આવે ત્યારે મોટાભાગના યુવાનો એ તાપ સહન કરી શકતા નથી અને પોતાના સ્વપ્નોને ભૂલી જે મળે તેમાં જ સંતોષ માની અને જીવન પસાર કરે છે. મોટા ભાગના યુવાનો જેટલી મહેનત કોઈ સારી નોકરી માટે કરે છે તેટલી મહેનત જો પોતાના સ્વપ્ન સાકાર કરવા માટે કરે તો ઘણુ શક્ય છે.
#તળિયું