જો કહી દઉં સામે હવે આવતી નહિ !
આવ તો મારું ધ્યાન ભટકાવતી નહિ !
યાર કેવી ખોટી જફાઓ કરાવો,
આમ આખી રાતો ફરી જગાવતી નહિ !
જાણું છું હો આ પ્રેમ છે તો છે - પણ,
કોઈ ડઠ્ઠર સમ વેદના આપતી નહિ !
તુય સ્વીકારતી હોય પ્રીત, ઠીક છે તો !
આમ બાકી અમને ફરી બાળતી નહિ !
ઝેર કેરા જામ કઇક લાગે "પીયૂષ" સમ !
આ હવે ભર મહેફિલમાં ડૂબાડતી નહિ !