હાથ પકડીલે મારો કાના હું તારી થઈ શકુ છુ,
ભીડ બઉ છે આ મેળા માં હું ખોવાઈ શકુ છુ,
પાછળ છૂટેલા સંગાથી મને યાદ આવે છે,
નહીતો પ્રેમની દૌડ માં હું પણ આગળ થઈ શકુ છુ,
નથી સમજતા એ જેમને માટે ફુલ પાથર્યા મે,
કાંટા પણ હું તો વેરીજ શકુ છુ, એક નાનું બાળક હજુ ક્યાંય મારામાં પણ છે,
નાની નાની વાતે હું રોઈ પણ શકુ છુ,
તારી પ્રીત માટે કેટ કેટલા વલખાં મારવા પડશે મારે,
નહી તો વહેતી ગંગા માં પણ હાથ ધોઈ શકુ છુ.
હાથ પકડી લે મારો કાના,
આ દુનિયાની ભીડમાં હું ખોઈ શકુ છુ.
B+ve
-Krishna