રોજ થોડા ઘણાં ઘાવ હો, રોજ થોડો કટી જાવ હું,
ક્યાં સુધી આમ રે'શે કહે, દે ઇજાજત મટી જાવ હું.
એક તો વાત નક્કી જ છે, કોઈએ તો રહી લાંગવી,
છે જો સરહદ વચ્ચે, કાં વટી જાય તું કાં વટી જાવ હું.
આંખ જો તારી ખાલી થઈ, મારુયે જામ ખાલી થયું,
નીજમાંથી ઘટી થાય તું, નીજમાંથી ઘટી જાવ હું.
એ રિસાઈ ગયા બાદ, એને મનાવું ઘણું અઘરું છે,
એ જો આવી મનાવે મને, એ ઘડીએ પટી જાવ હું.
તું નથી અક્ષ, તો એમને દર્દ ક્યાંથી મળે છે કહે?
કોઈને ના મળે એટલે, આંસુઓને જટી જાવ હું.