મારી AA બેટરી પણ તુંજ અને ચાવી ગણો તો પણ તુંજ , હું ક્યાં હવે ક્યાં સ્વચલિત રહ્યો છું!!!
જયારથી પ્રેમ નામનું પ્લાસ્ટિકે અને લાગણીઓનું લોખંડે,મને રમકડું બનાવ્યો છે ત્યારથી, હું તારા સ્મિત અને સ્પર્શ થકી ઉર્જા મેળવું છું અને તારીજ હાજરીમાં જીવંત થાવ છું ...
હવે તો પરોપજીવી બની ગયો છું...
તું પણ જીદ્દી ઘણી ચાવી આપે તો પણ એટલીજ આપે કે હા કે ના જ બોલી શકું ...
એકાદ વાર વધારે ફેરવી દે જો તું ચાવી તો હું પણ કહી દઉં તને કે:" હું પ્રેમ માં છું તારાં"
ખબર છે તને અને ગમે છે તને તારાથી સ્વચાલીત થયેલ હું...
#સ્વચાલિત