Gujarati Quote in Motivational by Hiren Manharlal Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યુવાધન...

ચર્ચા માં આજકાલ કઈ છે ચર્ચા??
જ્યાં જુઓ ત્યાં એક જ છે નશાની ચર્ચા

જ્યાં હતી દૂધ ને લસ્સી ની ચર્ચા
ત્યાં જોવા મળે આજકાલ ચરસગાંજા ની ચર્ચા

પહેલા હતા શિવાજી, રાણા પ્રતાપ,
સ્વામી વિવેકાનંદ જેવા વીર પુરુષો યુવાના આદર્શ.

અત્યારે જે છે યુવાવર્ગ ના આદર્શ તે નીકળ્યા સાવ અંદર થી ખોખલા વ્યસન કરતા

જે પરદે મારતા મોટી ડંફાસ,
નીકળ્યા વાસ્તવિક દુનિયા મા તકલાદી આચાર વિચાર તેમના

કરવો પડે દરેકને તકલીફ ને હરીફાઈ નો
સામનો, તો શું કરવા જોઈએ ખોટા વ્યસન?

લગાવી જોઈએ જોરદાર ચોકીદારી
નશાના માલની તસ્કરી રોકવા બાકી નશાખોર ને પકડી શું ફાયદો??

વેડફાઈ રહ્યું છે આજકાલ દેશ નું યુવાધન
ખોટા વ્યસનો ની પાછળ...

બચાવવા યુવાધન કરો કડક કાયદા કાનૂન એવા, ના આવે કદી કોઈને ચરસ ગાંજા વેચવાના ને વ્યસન કરવાના વિચાર ..

આવતીકાલ ના દેશની ધરોહર છે યુવાધન, મજબૂત દેશ બનાવવા જોઈએ મજબૂત ક્રાંતિકારી યુવાધન

સમજીએ જ્યાં નું યુવાધન હશે મક્કમ મજબૂત તે દેશ નું ભાવિ હશે ઘણું સમૃદ્ધ...

હિરેન વોરા
તા. 28/09/2020

Gujarati Motivational by Hiren Manharlal Vora : 111580001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now