વર્તમાનનો ચિતાર આપે છે ભૂતકાળ.
વ્યક્તિનો વિચાર આપે છે ભૂતકાળ.
ગઈ ગુજરી પણ છે એક પગથિયુંને,
સાંપ્રતને આધાર આપે છે ભૂતકાળ.
થયેલી ભૂલો ન કરવાનો એક સંદેશ,
પરિણામનો પ્રકાર આપે છે ભૂતકાળ.
અતીતને ફંફોસવાથી મળે છે ઘણુંયે,
આજમાં એ સુધાર આપે છે ભૂતકાળ.
મૂલવાય છે ક્યારેક ભૂતકાળ જોઈને,
આખ્ખે આખો આકાર આપે છે ભૂતકાળ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.