મળી ગયું
મનના એક છાને ખૂણે છપાયું શમણું,
ને દિલને અભણ હોવાનું કારણ મળી ગયું.
નેત્રો એ સજળ વહાવી લ્હાણ દિલનીને,
દુઃખના સરનામાનું કોઈ કારણ મળી ગયું.
પકડી કલમ હૃદયની લાગણીથી થવા સાક્ષર,
કે ચિત્ર શમણાંનું વાંચી શકે ઉકેલી..
દ્રષ્ટિ એ મૌન થકી પરખ્યું ચિત્રનું પાનું,
કે નિરક્ષરતાને પણ તેનું મારણ મળી ગયું.
- ડૉ.સરિતા (માનસ)