જો..જો..જો..બકા,
પેલી આવી દીપિકા
મોઢે એના માસ્ક છે,
લાઈફ એની ટાસ્ક છે.
મર્સીડિઝ મસ્ત છે..
કોમનમેન ત્રસ્ત છે..
બ્રેકિગમાં આ જ છે.
દેશ માટે ખાસ છે..
ટીઆરપી વધારવામાટે..
ઉભા કરેલા ડખા.
જો..જો..જો..બકા..
પેલી આવે દીપિકા..
કોરોના ભુલાઈ ગયો..
વિકાસ ખોવાઈ ગયો..
ડ્રગ્સની મોટી ખાઈમાં..
સુશાંત ખોવાઈ ગયો..
સી.બી.આઈ આઈ આઈ..
ગોટાળે છે ભાઈ ભાઈ..
મૂરખ નથી પ્રજા સાહેબ..
હિસાબ લેશે પાઇ પાઇ..
જર્નાલીઝમ ને લકવો થ્યો..
એને પીવડાવો બે ટીપાં.
જો..જો..જો..બકા..
પેલી આવે દીપિકા..
વાત છે ધારદાર..
સમજે તે સમજદાર.
અશોક ઉપાધ્યાય.