એક વખત એવું બન્યું કે….
વાદળાને વાગ્યો એક નાનકડો કાંટો,
ને મારું આખું ચોમાસું ચોધાર રડ્યું.
એમાં પેલી વિજળીએ મચકોડ્યું મોઢું ,
ને મારું આખું આકાશ એવું જોલે ચઢ્યું.
એક વખત એવું બન્યું.
એક વખત એવું બન્યું કે……
પેલા પોપટડાને બેસવુતું સરોવરની પાળે,
ને સરોવરમાં કમળને ઉંગવું નથી.
એમાં પેલી જમરૂખડીની ડાળને વસમું પડ્યું,
ને મારું આખું ઉપવન એવું જોલેચઢ્યું .
એક વખત એવું બન્યું.
એક વખત એવું બન્યું કે……
એક પંખી આ સુરજના પ્રેમમાં પડ્યું,
ને વળી સુરજે ચાંદાને શેહમાં કહ્યું .
ને એમાં પેલાં તારલીયાને વાંકું પડ્યું,
કે મારું આખેઆખું આયખું જોલે ચઢ્યું.
એક વખત એવું બન્યું.
એક વખત એવું બન્યું કે….
એક સપનાએ આંખમાં આંજણ આંજ્યુ,
ને કેટલાય હૈયાને એ બાણથી વિંધ્યું.
ને એમાં પેલી ઊંઘ્યને અઘરું થઈ ગયું,
કે મારું આખેઆખું આયખું જોલે ચઢ્યું.
એક વખત એવું બન્યું.
^^^^^^^ હેતલ ગોહિલ ચૌહાણ