પીઠી છે પીળા રંગની,
મેંદી નો રંગ છે લાલ,
લીલા પાંદડાંના તોરણો,
માથે શોભે સફેદ ગજરો,
કેસરિયા ભાતની ચૂંદડીને,
ભૂરો ઘાઘરો સોહાય,
ખનખનતી ગુલાબી ચુડીઓ,
આસમાની બિંદી ભાલે સોહાય,
પીળા ફુલના ગજરા કંકણે,
ગળામાં પીળો હાર સોહાય,
લાગે સાક્ષાત જગદંબા આજે,
સોળ સજી શણગારે સોહે.
""અમી""