આજે ફરી વસમું વસમું લાગે છે
હૃદયના નાજુક તાર કોઈકે છંછેડયા લાગે છે
તારા વિરહ ની યાદમાં ક્યારનુંય
દિલ મારું ધડકન વગર ધબકતું લાગે છે
આ દિલ ને પણ મૃગજળ ની જ પ્યાસ છે
બસ આમ ને તેમ તને શોધવા ભટક્યું લાગે છે
શોધું તો પણ તને ક્યાં
જ્યારે તું આભ માં જઈને વસેલ લાગે છે
કદાચ પ્રેમ ઓછો છે મારો ઈશ્વર કરતાં
એટલે જ મને છોડી ને ઈશ્વર નો સાથ તને વ્હાલો લાગે છે