#યુદ્ધ 
હકીકત છે, યુધ્ધ તો આપણી અંદર છે.
નભતારકને ખીસ્સામાં મુકવાની ઈચ્છાઓનું યુધ્ધ છે. 
આકાશને બાથમાં લઈ  દોડવાની અભિલાષાનું યુધ્ધ છે. 
જીજીવિષાઓમાં છલકાતી  એ લાગણીઓનું યુદ્ધ છે .
એ પ્રબળ છે, ઉન્મત્ત છે,  પણ એ લોલુપતામાં ખોવતી
માણસાઈનું  યુધ્ધ છે. 
સ્વાર્થી  મનોવૃત્તિમાં પીડાઓને ભૂલાવવાનું યુધ્ધ છે. 
સુખી થવા માટે દુખને નોતરવાનું આ યુધ્ધ છે.
આ કામચલાઉ ભૌતિકતામાં આધ્યાત્મને ખોળવાનું યુધ્ધ છે.
અધર્મની અંદર  પેઠેલા એવા આ ધર્મને  દિવો લઈને શોધવાનું  આ યુધ્ધ છે. 
હા,આ યુધ્ધ છે;  આ યુધ્ધ છે. 
મારી  સાથે  મારા જ  દર્પણને ફરી  સર્જવાનું  આ યુધ્ધ છે. 
            €€€€ હેતલ ગોહિલ ચૌહાણ