ઉછળે છે બધા મુદ્દાઓ અહીં,
પણ કોઇજ હલ નથી થતા.
મતદાતા ના કીમતી મત થી હવે,
કોઈ મોટા ફેરબદલ નથી થતા.
સદનમાં બેસી સૂચિઓ ફાડે ખુરશી તોડે,
તોય આ દેશના નેતા પાગલ નથી થતા.
સેક્સ કેન્ડમ, મની લોન્ડ્રિંગ પર્યાય નેતાનો,
છતાં આ મામલે કદી ધાંધલ નથી થતા.
પણ વાત આવે જ્યાં ધરતીપુત્ર ના હિતની,
ત્યાં કોઈ કાયદા કાનૂન ના અમલ નથી થતાં......
- "લિહાજ"