મૌન તાળવે થીજી ગયું છે
પીગળીને વહેવા માંડે
તેવા શબ્દોની આગ ક્યાંથી લાવું.
છજા ના ભાર થી દિવાલો
ધ્રુસકે ચડી છે ખરતા પોપડા ને
જીલી રાખવાનું જોમ ક્યાંથી લાવું.
માટીના પિંડ માંથી માનવી બન્યો
અસ્તિત્વ અને જાત ને નિખારવા
ચાકડે ચડવાની હામ ક્યાંથી લાવું.
એકલા આવ્યા અને એકલા જવાના
ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના
મારા અને મારું છોડી શકાય એવું મન ક્યાંથી લાવું
ઉર્વશી એચ ત્રિવેદી