હું એવું માનું છું કે સંબંધો સાચવવામાં જો માનવી સાવધાની રાખી લે ને તો એ એકલવાયું જીવન જીવવામાંથી બચી જાય. જ્યારે પોતાનાં નજીકનાં કે દૂરનાં કોઈ પણ સગાં સાથે વાતચીત કરે ત્યારે પોતાનાં શબ્દોમાં સાવધાની રાખે. કહેવાય છે ને કે વાણીના ઘા ક્યારેય રુઝાતા નથી. પોતાનાં સગાં અને મિત્રો સાથે કરવામાં આવતાં વ્યવહારમાં પણ થોડી સાવધાની રાખી લઈએ તો પાછળથી પસ્તાવાનો કે સંબંધ ગુમાવવાનો વારો નથી આવતો. કોઈ સાથે રોકડ વ્યવહાર કરતી વખતે પણ સાવધાની રાખવી. બધાં કાગળ વ્યવસ્થિત જોઈને પછી જ આગળ વધવું.
આપણે રાખેલી નાની નાની બાબતોમાં થોડી સાવધાની આપણને ઘણી વાર મોટા નુકસાનથી બચાવે છે.
#સાવધાની