મન પણ નકરું તને યાદ કર્યા કરે.. એમાં,
મારો કલમ સાથેનો નાતો ગાઢ બની ગયો.
લોકોથી તો હંમેશા દૂર જ રહેતી.. પણ,
તારો એક ઈશારો મુજને તુજમાં સમાવી ગયો.
જિંદગી હવે નિરસ લાગી રહી હતી.. પણ,
તારો ખીલતો ચહેરો જીવવાનું કારણ બની ગયો.
રહું છું આભારી એ ખરાબ સમય માટે,
જે મને તારા પ્રેમ તરફ ધકેલી ગયો.
તારા પ્રત્યેનો પ્રેમ પણ ગજબ છે હોં...
ના લખતાં, ના લખતાં, આટલું લખાવી ગયો.
-Heena Pansuriya