બે અક્ષર નો સંગાથ લઈ ખુદ ની ગજલ લખી રહ્યો છું.
તારા દિલ મા શુ છે,
નથી જાણતો છતા,
આપણા પ્રેમના દિવાસ્વપ્નો જોઈ રહ્યો છું.
મારા દિલ મા ઉતરી ગઈ છે છબી તારી અને
તેમા પ્રેમના રંગ પુરવાનો પ્રયત્નો કરી રહ્યો છું.
છે એ વ્યર્થ,
જાણુ છુ છતા આ દિલ ના કહેવા ખાતર એ કરી રહ્યો છુ.
આ દિલ ના કહેવાના ખાતર,
પ્રેમ ના સમુદ્રમાં ગોતાખોર બની રહ્યો છું.
તારા નાસમજ દિલ ને સમજાવ કે,
તારા દિલ મા પ્રિત નુ મોતી ગોતી રહ્યો છું.
તુ પણ છે બાગમાંનો એક છોડ જાણી,
એ બાગ નો માળી બનીને રહ્યો છું.
ખીલશે તારા દિલમા પણ પ્રેમનુ પુષ્પ,
એ વાત નો ઈન્તજાર કરી રહ્યો છું.