મારામાં
મારાં હાથમાં હાથ પરોવી તો જો,
હાથની લકીરો જ બદલાઈ જશે....
મારી આંખોમાં આંખ પરોવી તો જો,
અખોનું નજરાણું જ બદલાઈ જશે....
મારાં કદમ માં કદમ મિલાવી તો જો,
જીવનની કેડી જ બદલાઈ જશે....
મારાં હૈયાં માં હૈયું મિલાવી તો જો,
જીવનની ધડકન જ બદલાઈ જશે....
મારાં અધર નો રસ પી તો જો,
જીવનનો રસ જ બદલાઈ જશે....
મારી જીવન સંગિની બની તો જો,
પુરી જિંદગી જ બદલાઈ જશે....
- કુલદિપ વર્મા.....