તને ખબર છે મને શું ગમે છે?
કારણ વિના તને યાદ કરવું ગમે છે
તારી દરેક પસંદ નાપસંદ મને ગમે છે
તારી રાહ માં કલાકો સુધી
ગેટ પાસે ઉભા રહેવું ગમે છે
ક્લાસ માં તારી પાછળ બેઠા બેઠા
તને એક ટસ જોવું ગમે છે
મારું નામ તારા મોઢે સાંભળવા ની
લાલસા માં ચુપચાપ તારી
વાતો સાંભળવી ગમે છે
ખરતા તારા ને જોય તને માંગવું ગમે છે
અને ખાસ તો તારી જાણ બાહર
તને પ્રેમ કરવો ગમે છે..
-Chandrika Gamit