શબ્દ:-
ચીસ, બરાડો, બૂમ
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ચીસ પાડી ભલે હું સાચું કહું,
પણ અહીંયા સાંભળનાર કોઈ નથી.
આંસુ પડે કે દર્દ થાય, બૂમ ભલે પડે મોટી,
પણ અહીંયા, આંસુ પોચનાર કોઈ નથી.
ચીસ પાડી ભલે હું સાચું કહું,
પણ અહીંયા સાંભળનાર કોઈ નથી.
સારું કરો કે પછી, કોઇના હાથને પકડો !
પણ અહીંયા, યાદ રાખનાર કોઈ નથી.
ચીસ પાડી ભલે હું સાચું કહું,
પણ અહીંયા સાંભળનાર કોઈ નથી.
બૂમો પાડી પાડી, ભલે મોતને જીવતા ભેટો !
પણ અહીંયા, પોતાનું ખોટું સ્વીકારનાર કોઈ નથી.
ચીસ પાડી ભલે હું સાચું કહું,
પણ અહીંયા સાંભળનાર કોઈ નથી.
ભગવાન સાથીદાર છે આપણો !
પણ અહીંયા, તેમને માનનાર કોઈ નથી.
ચીસ પાડી ભલે હું સાચું કહું,
પણ અહીંયા સાંભળનાર કોઈ નથી.
માં એ કર્યો પ્રેમ સાચો, પીતાં પકડે હાથને માત્ર !
પણ અહીંયા, આમની શિવાય કોઈ નથી.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD