#એકરૂપ
હું જયારે આત્મા સાથે એકરૂપ થઇ
ત્યારે ઈશ્વરે આ સુંદર વ્યક્તિત્વ રચ્યું....
મારા શબ્દો જયારે મારા વિચાર સાથે એકરૂપ થયા
ત્યારે મહેફિલ માં એક કવિતા ની રજુઆત થઇ....
હું જયારે મારી પ્રીત માં એકરૂપ થઇ
ત્યારે પ્રેમ નો સાચો અર્થ સમજતા શીખી....
મારુ દિલ જયારે મગજ સાથે એકરૂપ થયું
ત્યારે જિંદગી હું ખુદ માટે જીવતા શીખી...
હું જયારે ઈશ્વર માં એકરૂપ થઇ
ત્યારે કંઈક આંતરિક શાંતિ ને પામી ચુકી....
-પર્લ મહેતા