આજકાલ ઘણા લોકો ધર્મ ને નિતી સાથે સરખાવે છે. કહેતા ફરે છે કે ' ધર્મ એ જ નિતી ' , પણ ખ્યાલ રાખવો બહું જ જરુરી છે કે આ ધારણા સદંતર ખોટી છે.
ધર્મ નિત્ય અને સનાતન છે , માત્ર દરેક વ્યક્તિ ના એકદમ અંગત અનુભવ મુજબ તેની વ્યાખ્યા અલગ અલગ હોય છે.. માટે ધર્મ ને બીજી રીતે તદ્દન નવો પણ કહેવામાં આવે છે , પણ એ વ્યક્તિ માટે હોય છે નહીં કે સમાજ માટે.
જ્યારે નિતી કામચલાઉ જ હોય છે...જે જરુરિયાત મુજબ બદલાઈ જાય છે જેમકે ગીતા માં કહ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં જે ઉઠી જાય છે તે પુણ્યશાળી બને છે , ખરુ જોતા સવારે ૩:૦૦ વાગ્યે "કામ" વગર ઉઠવું આજના સમયમાં જરુરી નથી માટે આ બાબત ને નિતી સાથે સરખાવી શકાય . સવારે વહેલા ઉઠવાનું આજના આખા સમાજને લાગું ન પાડી શકાય.
#કામચલાઉ