અધુરો પ્રણય પણ ચિરંજીવી હોય છે,
ભુલવા માંગો પણ ભુલાઈ નહીં એજ તેની ખાસિયત હોય છે,
આંખોમાંથી આંસુ પડે અનહદ તો પણ હૈયામાં સાગર જેવો સૈલાબ હોય છે,
વિતેલી ક્ષણોનો બંધ ચક્ષુ સમક્ષ સાક્ષાત્કાર હોય છે ખુલે નયન ત્યાં જ આસપાસ બધું વિલીન હોય છે,
ભીડમાં પણ એકલતાનો ઓછાયો હોય છે, વિયોગ એવું દર્દ આપે કે રુદન એ જ દવા હોય છે.