સરકતો જાઉં છું
સમયચક્ર સાથે
લઈને કાગળ ને કલમ
સંબોધન પણ છે, ને સ્નેહ પણ
ને પાછુ છે સુંદર સંકલન સ્વપ્નનું
શરુ કરી છે શેતાની શતરંજની સંતાકુકડી
શબ્દોએ સ્મરણ સાથે
સતાવાની, સંતાઇ અને રીસાવાની
છે સંશય,સંચાર ને સગડ મને
તેના સ્મૃતિચિન્હ અને સુવાસ નો
ઉઠે છે સ્મરણે પણ ઉકેલાતા નથી
હૈયે છે પણ હોઠે નથી
હવે તો સ્વીકારી સર્વ શર્ત
સ્મરું સરસ્વતીને કરો
સરવાણી શબ્દસરિતાની.
-વિજય રાવલ