ખાલીપો....
લાગી આપણા પ્રેમ ને કુદરત ની નજર
મારા નસીબ માં ખાલીપો સર્જી....
અનુભવું ખાલીપો તારી ગેરહાજરી નો
દીલ ને લાગે ખાલીપો તારા પ્રેમ નો...
હજુ સુવાસ છે તારી વાતાવરણ માં
ત્યાં તું શૂન્યાવકાશ સર્જી ચાલી ગઈ
ભૂલાણા નથી આપેલા વાયદા એકબીજા ને
જન્મોજન્મ સાથે રહેવા ના
મારું અસ્તિત્વ ભૂલી વિલીન થયો તારા મા
ત્યાં તું ઓઝલ થઈ ગઈ મારી આંખો માં
હું ખ્વાબ જોતો હતો તારા પ્રેમસાગર નો
ને તારો પ્રેમ મૃગજળ સમાન નિકળ્યો
હું ગોતતો રહ્યો મારો વાંક પડછાયા માં
ખોવાઈ ગઈ તું વીજળી ની જેમ આકાશ માં
કાંઈક કમી રહી ગઈ હશે મારી પ્રીત માં નહીંતર કુદરત રૂઠેં નહીં આમ મારાથી..
ગોપનીય હતી આપણી પ્રીત જગ માં
તારા જવા થી છડેચોક જાહેર થઈ ગઈ
મારી પ્રીત માં મશહૂર થઈ તું વહી ગઈ
મને કાયમનો ખાલીપો આપી ...
તારો વિરહરસ પીતો રહ્યો છતાં તરસ્યો હું
આપ્યો તે ખાલીપો જિંદગીભર નો ....
હિરેન વોરા
તા. 10/09/2020
-Hiren Manharlal Vora