નીના ને ત્યાં બે નોકર આવતા હતા ! એક કાનજી જે ઘર નું બધું કામ કરતો અને એક મીના બેન જે રસોઈ નું કામ કરતા ! વર્ષો થી આ બંને કામ કરતા હોવા થી નીના ને બંને પાર ભરોસો હતો ! કાનજી જરાક નીચી જાત નો એટલે એને માટે અલગ પાણી નો ગ્લાસ રાખતા ! ઘર જેવો સબંધ થઇ ગયો હતો આ બંને સાથે ! નીના ને વીંટી પેહરવા નો ખુબ શોખ ! પણ ઘેર માં આવી ને વીંટી કાઢી નાખવાની આદત ! હમણાં થોડાક જ વખત પેહલા પોતાની વર્ષગાંઠ પર નવી જ હીરા ની વીંટી ખરીદી હતી ! ખૂબ ખુશ હતી નીના આ વીંટી ખરીદીને ! હજી તો અઠવાડિયું માંડ થયું હશે ત્યાં તો નીના એક સવારે હાંફળી ફાફળી થઇ ને વીંટી શોધતી હતી ! કાનજી અને મીના બેન હમણાં જ ગયા હતા કામ કરીને ! પેહલા કાનજી ગયો અને પછી મીના બેન ! નીના એ પોતાના પતિ ને ફોન કરીને કીધું કે એની વીંટી ખોવાઈ ગઈ છે અને એને કાનજી પર શંકા છે ! એના પતિ એ પૂછ્યું કે કાનજી કેમ ? તો નીના કહે નાના ઘર નો છે એના લક્ષણ જ આવા હોય. પણ નીના ના પતિ ને આટલા વર્ષો સુધી કામ કરી રહેલા કાનજી પર ભરોસો હતો ! એમ ને નીના ને ફરી થી ઘર માં જોવાનું કીધું ! અને નીના ને વીંટી પોતાના બાથરૂમ માં મળી આવી ! એને ખૂબ પસ્તાવો થયો પોતાના વિચારો પર ! સારું થયું કે આ વાત કાનજી ને ખબર ના પડી !
#લક્ષણ