પ્રેમમાં પણ કેટલા લક્ષણો હોય,નહી?
જાણવા છતા બધું હારી બેસે છે દિલ,
સતત કોઈના દશઁ માટે તડપતી આંખો,
જાણે શબરી ની જેમ વાટ જોઇ બેઠી છે,
પ્રિયતમ કાજ પોતાની જાત સજાવી બેઠી છે,
સતત કોઈના સહવાસ માટે તડપતું દિલ,
જાણે મીરાંની જેમ ઝેર પીધું તોયે હૈયું લગાવી બેઠી છે,
પ્રિયતમ કાજ જીવ દાવ પર લગાવી બેઠી છે,
સતત કોઈનાં પ્રેમ માટે તડપતો સ્પશઁ,
જાણે રાધાની જેમ જન્મો વિતાવી બેઠી છે,
પ્રાણ પ્યારા કાજ જીવન આખું ત્યજી એ બેઠી છે.
#લક્ષણ