મોબાઈલ... પુરાણ
મોબાઈલ આવ્યા પહેલાં માણસ ચાલતો બેસતો બોલતો રોફ થી મોઢું ઊંચું રાખી...
સગા સંબંધી મિત્ર વૃંદ માં લોકો વાતો કરતા આંખ માં આંખ મિલાવી....પૂરતો સમય એકબીજા ને આપી...
સ્માર્ટ મોબાઈલ આવતા માણસ ભૂલી ગ્યો ઊંચુ મોઢુ રાખી વાત કરતા કે જમતા ... થઈ ગ્યો વગર મફત નો વધારે પડતો બીઝી... બીઝી
અંગત લોકો ને મૂકી પડતાં ખબર અંતર પૂછે મોબાઈલ માં દૂર ના અજાણ્યા ની હાઈ હેલો કરે.. સ્માઈલી ઓ મોકલી.. મોકલી.. 😆😆
વાત કરવા વાટ જોતા રહે બાળકો ને માબાપ
જો મુકાઈ મોબાઈલ હાથ માંથી...👨👨👦👩👩👧👧
આવતા સ્માર્ટ મોબાઈલ જાણે દુનિયા હાથ માં આવી ગઈ પોતાની અંગત દુનિયા ને ગુમાવી ..
હવે તો ચાર રસ્તે સિગ્નલ આવતા ડોકિયાં કરાય મોબાઈલ મા બે બે મિનિટે.. જાણે લાગવા ની હોય લોટરી લાખો ની.. 😎
છે લાખો ફાયદા સ્માર્ટ મોબાઈલ ના એમાં ના નહીં, થઈ દુનિયા ટૂંકી ને આખી દુનિયા હાથવગી..
થયો ભેટો છૂટા પડેલા નો સ્માર્ટ ફોન દ્વારા એકબીજા ના એકાઉન્ટ માંથી ગોતી ગોતી
તો કર્યા દૂર નજીક રહેતા સગા ઓને ..સમય ના બહાના આગળ ધરી ધરી...
સ્માર્ટ મોબાઈલ આવવાથી માણસ કરે છે લાગણીઓનું પણ સર્ચ ગૂગલ માં મોઢું નાખી નાખી ...એકલો અટુલો પડી પડી ..🙃🙃
મોબાઇલ આવવાથી ગુમાવ્યા પામ્યા નો જો
કરીએ હિસાબ તો ગુમાવ્યાનું પલડુ હશે ભારી..
મોબાઇલ આવવાથી થયો છે માણસ મોબાઈલ નો ગુલામ પોતાની સ્વતંત્રતા ગુમાવી ...
હિરેન વોરા
તા. 15/08/2020