માણસ છીએ તો ભૂલ પણ થાય;
ને છે સંબંધ તો લેવડ-દેવડ પણ થાય!
છે જગત તો શરતચૂક પણ થાય,
ને છે મન તો મતભેદ પણ થાય!
છે અપમાનની તમા તો ટંટો પણ થાય,
ને છે અભિમાનની ઉપાધિ તો યુદ્ધ પણ થાય!
છે પરાજયનો ડર તો ઘાવ પણ થાય,
ને છે માનની ખેવના તો ધિંગાણું પણ થાય!
છે ભૂલ તો સજા એ રીત આદિકાળની;
ને થાય પસ્તાવો તો માફી કેમ નહિ?
#પસ્તાવો